સાલ્મોનેલોસિસ એ સાલ્મોનેલા નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. ઓસ્ટ્રેલિયામાં મોટાભાગના સાલ્મોનેલા ચેપ દૂષિત ખોરાક ખાધા પછી કે ક્યારેક ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક પછી થાય છે. માંસ, મરઘાં અને ઇંડાને સારી રીતે રાંધવા અને હાથની સ્વચ્છતા સહિત ખોરાકને સારી રીતે રાખવાથી ચેપ અટકાવી શકાય છે.
Salmonellosis (કે સાલ્મોનેલા) એ સાલ્મોનેલા નામના બેક્ટેરિયાના ચેપને કારણે થતો રોગ છે. ઓસ્ટ્રેલિયામાં, મોટાભાગના સાલ્મોનેલા ચેપ દૂષિત ખોરાક ખાધા પછી કે ક્યારેક ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક પછી થાય છે.
લક્ષણોમાં સામેલ છે:
લક્ષણો સામાન્ય રીતે બેક્ટેરિયાના સંપર્કમાં આવ્યાના 6-72 કલાક પછી શરૂ થાય છે અને સામાન્ય રીતે 4-7 દિવસ સુધી રહે છે. લક્ષણો ક્યારેક ઘણા લાંબા સમય સુધી પણ રહી શકે છે.
ચેપગ્રસ્ત પ્રાણીઓમાંથી બનાવેલો ઓછો રાંધેલો ખોરાક (ઉદાહરણ તરીકે, ઓછું રાંધેલું માંસ, મરઘાં અને ઈંડા જેવા પ્રાણીજન્ય ખોરાક) ખાવાથી સામાન્ય રીતે સાલ્મોનેલા મનુષ્યોમાં ફેલાય છે.
સાલ્મોનેલા આ રીતે પણ ફેલાઈ શકે છે:
કોઇને પણ સાલ્મોનેલાનો ચેપ લાગી શકે છે. શિશુઓ, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ગંભીર બીમારી થવાની શક્યતા વધુ હોય છે.
ખોરાક સારી રીતે રાંધવાથી સાલ્મોનેલા મરી જાય છે. કાચા કે ઓછા રાંધેલા માંસ, મરઘાં અને ઈંડા ટાળો. હેમબર્ગર, સોસેજ અને રોલ્ડ રોસ્ટ જેવા મરઘાં અને માંસ જ્યાં સુધી તમને વચ્ચે ગુલાબી રંગ ન દેખાય ત્યાં સુધી રાંધવા જોઈએ.
શૌચાલય ગયા પછી, ડાઇપર બદલ્યા પછી, પ્રાણીઓને સ્પર્શ કર્યા પછી, ખોરાકને હાથ લગાવતા પહેલા અને ખાધા પછી ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હંમેશા તમારા હાથ સાબુ અને પાણીથી સારી રીતે ધુવો. ખાસ કરીને નખ નીચે અને આંગળીઓ વચ્ચે સાફ કરવું મહત્ત્વપૂર્ણ છે.
ચેપગ્રસ્ત ખોરાક બનાવનાર કે પીરસનારા બેક્ટેરિયા સરળતાથી ફેલાવી શકે છે. ઝાડા બંધ થયાના 48 કલાક સુધી તેઓએ ખોરાકને હાથ લગાવવો જોઈએ નહીં કે પીરસવો જોઈએ નહીં.
ખોરાકને યોગ્ય રીતે ન સાચવવાથી બેક્ટેરિયા વધે છે.
ચેપ લાગતો અટકાવવા માટે:
તમે ઓરડાના તાપમાને ખોરાકને જેટલો લાંબો સમય રાખો છો, તેટલા વધુ સાલ્મોનેલા બેવડાઈ શકે છે.
ખોરાકને લાગતો ચેપ રોકવા માટે:
મળના નમૂનાનું પરીક્ષણ કરીને ડોક્ટર તમને કહી શકશે કે તમને સાલ્મોનેલા છે કે નહીં.
મોટાભાગના લોકો બરોબર આરામ કરીને અને પાણી કે (દવાની દુકાને મળતાં) હાઇડ્રેશનના પીણાં જેવું પ્રવાહી ખૂબ પીને સ્વસ્થ થાય છે. મોટાભાગના લોકો એક અઠવાડિયામાં સ્વસ્થ થાય છે.
તમારે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ જો:
મોટાભાગના લોકોને એન્ટિબાયોટિક્સની જરૂર નથી. નાના બાળકો કે મોટી ઉંમરના લોકો માટે એન્ટિબાયોટિક્સ લખવામાં આવી શકે છે. અમુક લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પણ પડી શકે છે.
લેબોરેટરીઓએ સ્થાનિક જાહેર આરોગ્ય એકમને સાલ્મોનેલા ચેપના કેસોની જાણ કરવી જરૂરી છે. જાહેર આરોગ્ય એકમો સામાન્ય લક્ષણો ઓળખવાનો પ્રયાસ કરવા માટે વધુ કેસોવાળા વિસ્તારોની તપાસ કરે છે. જ્યાં કોઈ ચોક્કસ ખોરાક મળી આવે છે ત્યાં NSW ફૂડ ઓથોરિટી પર્યાવરણને લગતી વધુ તપાસ હાથ ધરશે અને નિયંત્રણકારી પગલાં લેશે. નિવારણ માટેની વ્યૂહરચનાઓ વિકસાવવામાં મદદ કરવા માટે કેસોના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
NSW ફૂડ ઓથોરિટી સાલ્મોનેલોસિસ અને અન્ય ખોરાકજન્ય ચેપને રોકવા માટે વિવિધ પ્રકારની ખાદ્ય સુરક્ષા વ્યૂહરચના માટે જવાબદાર છે.
જો તમને સાલ્મોનેલાના લક્ષણો હોય અને તમે ચિંતિત હોવ, તો તરત જ તમારા ડોક્ટર સાથે વાત કરો કે ઇમર્જન્સીમાં ટ્રિપલ ઝીરો (000) પર કોલ કરો.
વધુ સલાહ માટે, વિનામૂલ્યે અને ગોપનીય ભાષા સહાય માટે 131 450 પર ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રીટિંગ સર્વિસ (TIS)ને કોલ કરો. તેમને તમારી ભાષા અને તમે જે ભાષામાં વાત કરવા માંગો છો તે જણાવો:
અથવા, તમારા સ્થાનિક ફાર્માસિસ્ટ સાથે વાત કરો.